રાજકોટ: અમરેલી, બગસરા વિસ્તારમાં આદમખોર દીપડાઓ આતંક મચાવી રહ્યા છે અને નિર્દોષ માનવોનો ભોગ લઇ તેને ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યા છે જેને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા એક વર્ષમાં 17 લોકોને દીપડાઓએ શિકાર બનાવ્યા છે ત્યારે DivyaBhaskarએ અલગ અલગ પર્યાવરણવિદ સાથે વાત કરતા તે લોકોએ અભિપ્રાય આપ્યો હતો જેમાં અમરેલીના પર્યાવરણપ્રેમી આતાભાઇ વાઘએ જણાવ્યું હતું કે, દીપડાઓના આતંકને ઓછો કરવા જંગલ ખાતું અને સરકારે સ્થાનિકોને નજર અંદાજ ન કરવા જોઇએ અને સાથે રાખવા જોઇએ તે સિવાય રેવન્યુ વિસ્તારના દીપડાઓને પકડીને નશબંધી કરવી જોઇએ જેથી તેની સંખ્યા વધે નહીં તે સિવાય સ્થીનિકો અને ખેતમજૂરો માંસ મચ્છી ખાતા હોય છે જેની સુગંધથી દીપડાઓ માનવ વસાહતમાં ઘૂસી જાય છે