સુરતઃ ઉધના રોડ નંબર 3 સંજયનગર પાસે રાહદારીને ચપ્પુ મારી મોબાઈલ લૂંટનો પ્રયાસ કર્યો હતો બાઇક સવાર બન્ને લૂંટારૂઓને પકડવા જતા રાહદારીને ચપ્પુ મરાયું હતું ઇજાગ્રસ્ત સરતરાજ મોતી મોહમ્મદ (ઉવ 18 રહે સિદ્ધિ વિનાયક નગર ઉધના)ને તાત્કાલિક લોકો સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા ગત રોજ રાત્રે 8 વાગ્યાની ઘટના સામેની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ તો પોલીસે સરતરાજનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે