ગાંધીનગર:બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને આંદોલન ઉગ્ર બનતા અને પરીક્ષાર્થીઓ ટસના મસ ન થતાં આખરે 24 કલાક બાદ સરકાર ઝુકી છે, આંદોલનકારીઓ સાથે મંત્રણાઓ શરૂ કરવામાં આવી છે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓના બે પ્રતિનિધિ યુવરાજ સિંહ અને હાર્દિક પ્રજાપતિ સાથે બેઠક યોજી હતી બેઠકમાં કલેક્ટરે પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ માગને સ્વીકારી છે અને ગેરરીતિની ઉંડાણપુર્વક તપાસ કરવા SITની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી પરંતુ પરીક્ષાર્થીઓએ SITની રચનાને લોલીપોપ ગણાવી અને પરીક્ષા રદ કરવાની માગણી પર અડગ રહેતા બેઠક સમેટાઈ ગઇ હતી, જોકે કલેક્ટરે આ મામલે સરકાર સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પુરતો ઉમેદવારોના પ્રતિનીધિઓએ સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ આંદોલનકારીઓ હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે બીજીતરફ આજે પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે સરકાર સંવેદનશીલ છે, ઉમેદવારોને ઠંડીમાં રહેવું પડ્યું તેનું દુઃખ છે સરકારની લાગણી ઉમેદવારો સાથે છે પરીક્ષાર્થીઓનું સૂચન સ્વીકારવા સરકાર લગભગ તૈયાર છે