કચ્છના રણમાં સહેલાણીઓ ઉમટ્યા, ગુલાબી ઠંડીની શરૂઆત થતાં અવિસ્મરણીય અનુભવ

DivyaBhaskar 2019-11-30

Views 3.6K

કચ્છમાં ચાલી રહેલો રણ ઉત્સવ હવે તેનો અસલી મિજાજ પકડી રહ્યો છે ચોમાસાના ભારે વરસાદ અને દિવાળી પછીના કમોસમી વરસાદથી આ વખતે મીઠાનું રણ સાવ ચોખ્ખું ચણાક થઈ ગયું છે મરૂભૂમિમાં ભાગ્યે જ કોઈ વર્ષે આટલો શ્વેત નજારો જોવા મળ્યો હશે વળી શિયાળાની ગુલાબી ઠંડી પણ શરૂ થઈ ગઈ હોવાથી કચ્છ ભણી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે કુદરતે બે હાથે વેરેલા આ અફાટ સૌંદર્યને જોઈને સહેલાણીઓ અવિસ્મરણીય અનુભવ કરી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS