વડોદરાઃ પાદરાની મધર સ્કૂલમાં શિક્ષકે સામાન્ય બાબતમાં 7 વિદ્યાર્થીઓને લાકડીથી માર મારતા વિદ્યાર્થીઓના શરીર પર નિશાન પડી ગયા હતા જેથી વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાં દોડી ગયા હતા અને સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી વાલીઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્કૂલમાં દોડી ગઇ હતી અને શિક્ષકની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી શિક્ષકે પણ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી આ સમગ્ર ઘટના સ્કૂલના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી