નવી દિલ્હી:મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિપક્ષ (શિવસેના, એનસીપી, કોંગ્રેસ)ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે (27 નવેમ્બરે) ફ્લોર ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો છે કોર્ટે તુરંત પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે શપથ ગ્રહણ કાલે સવારે શરૂ થશે નોંધનીય છે કે, કોર્ટે સોમવારે દોઢ કલાક દરેક પક્ષની દલીલો સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો વિપક્ષે 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી
આજે ચુકાદો વાંચતી વખતે જસ્ટિસ રમનાએ કહ્યું કે, અંતિમ તબક્કામાં દરેક પાર્ટીએ બંધારણીય નૈતિકતા જાળવી રાખવી જોઈએ શિવસેનાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નીતિગત નિર્ણય લેતા રોકવા જોઈએ