વડોદરાઃચોમાસાની સિઝન બાદ શિયાળામાં હજુ પણ મગરો માનવ વસ્તી વચ્ચે આવી જવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે આજે મળસ્કે નેશનલ હાઇવે ઉપર દુમાડ ચોકડી પાસે મહાકાય મગર રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રકની અડફેટે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરોએ ઇજાગ્રસ્ત મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો