રાજકોટ: શહેરના 150 ફુટ રીંગ રોડ પર ઇગલ ટાવર્સ પાછળ શ્રીજીનગર-2માં અંજલી ખાતે રહેતાં રજપૂત વૃદ્ધ કિશોરભાઇ મોહનભાઇ ગોહેલ (ઉ77)એ ગૃહસચિવ, જોઇન્ટ પોલીસ કમિશનર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા માંગણી કરી છે વૃદ્ધે જણાવ્યું છે કે પોતે 36 વર્ષથી હાથીખાના મેઇન રોડ પર 1100 વારમાં ફોરવ્હીલરનું ગેરેજ ભાડલાવાળાના ડેલામાં ચલાવતાં હતાં હાર્ટનું ઓપરેશન કરાવ્યું હોય બે વર્ષથી તેઓ પોતાના આ ગેરેજ આટો મારવા જઇ શક્યા નહોતાં 22 જુલાઇના રોજ ત્યાં ગયા ત્યારે ગેરેજને બદલે પટ જોવા મળ્યો હતો એટલુ જ નહીં ગેરેજનો ચારેક લાખનો કિંમતી સામાન પણ ગાયબ હતો તપાસ કરતાં ખબર પડી હતી કે બિલ્ડરે ટ્રસ્ટની આ જગ્યા લીધી હતી આ મામલે તે વખતે પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરને અરજીઓ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં અને ઉલ્ટાના એ જગ્યાએ ગેરેજ હતું કે કેમ? તેના પૂરાવા લઇ આવવાનું કહેવાતાં અંતે થાકી હારીને તેમણે ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે