હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામનો ઋતુરાજસિંહ ભારતની અંડર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યો છે તાજેતરમાં જ તેણે બાંગ્લાદેશ સામે અંડર 23 ટીમમાં ભારત વતી રમ્યો હતો તેણે 88 બોલમાં 57 રન કર્યા હતા તેનું સપનું ઈન્ટરનેશનલ મેચમાં ભારત વતી રમવાનું છે તેની પસંદગી થતાં ગામ અને જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છે તેની સિધ્ધિ માટે પરિવાર, મિત્રો અને કોચનો આભાર માન્યો હતોઋતુરાજસિંહનું બાંગ્લાદેશ સામેની ભારતીય અન્ડર 23 ટીમમાં સિલેક્શન થયું હતું ઋતુરાજસિંહ રાઈટ હેન્ડ બેટ્સમેન છે અને રાઈટ આર્મ સ્પિન બોલર છે તેણે ત્રીજા ક્રમે બેટિંગ કરીને બાંગ્લાદેશ અન્ડર 23 સામે 6477ની સ્ટ્રાઈક રેટથી 88 બોલમાં 57 રન ફટકાર્યા હતા જેમાં 6 ચોગ્ગા અને એક છક્કા સામેલ હતો તેને મોહમદ સૈફે બોલ્ડ કર્યો હતો આ મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે જીત થઈ હતી