સુરતઃ ઉધના વિસ્તારમાં આવેલી ભાટીયા કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું લગભગ 12 જેટલી ફાયરની ગાડીઓએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી જોકે, ભાટીયા કેમિકલમાં લાગેલી આગમાં કોઈ જાનહાનીનોંધાઈ નથી ડુંભાલ, માન દરવાજા, મજુરા, ઘાચી શેરી, ભેસ્તાન, અને નવસારી બજારના ફાયર સ્ટેશનના જવાનોએ મધરાતે 3 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી ખડે પગે કામગીરી કરી હતી જ્યારે આગના પગલે ફેક્ટરીમાં લાખોનું નુકશાન થયું હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે