મોરબીઃ મોરબી જિલ્લાના પીપળીયા ગામના યુવાન કાંતિલાલ અરજણભાઇ મુછડીયાનો આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધિ લેશે તેવો બોલતો વીડિયો વાયરલ થયો છે જેમાં 450 વર્ષ પહેલાં થઇ ગયેલા નવઘણ દાદાના કહેવાથી તે જીવતા સમાધિ લેશે તેવુ યુવાને વીડિયોમાં જણાવ્યું હતું નવઘણ દાદા આજે પણ હડકવા, કેન્સર, ટીબી સહિતની બિમારીઓ મટાડતા હોવાની પણ માન્યતા હોવાની વાત કાંતિલાલ મુછડીયા વીડિયોમાં કરે છે