પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટના મુખ્ય સત્રને ગુરૂવારે સંબોધિત કર્યું હતું તેમણે કહ્યું,“ આતંકવાદના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલરનું નુકશાન થાય છે તે વિકાસ , શાંતિ અને સમૃદ્ધિ માટે સૌથી મોટો ખતરો છે તેનાથી વિકાસશીલ રાષ્ટ્રોની આર્થિક વૃદ્ધિ 15 ટકા ઓછી થઇ ગઇ છે ”મોદીએ કહ્યું, “આતંકવાદ, ટેરર ફન્ડિંગ, ડ્રગ ટ્રાફિકીંગ અને સંગઠિત અપરાધ દ્વારા નિર્મિત વાતાવરણથી વેપારને નુકશાન પહોંચે છે મને ખુશી છે કે આતંકવાદનો મુકાબલો કરવા માટે બ્રિક્સ રણનીતિ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ”