અમરેલી:સાવરકુંડલાના જેસર રોડ પર ગત મોડીરાત્રે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી રોડ કાંઠે રહેલા ઝુપડામાં ઘૂસી ગઇ હતી જેમાં કારમાં સવાર બે સગા ભાઇના મોત નીપજ્યા હતા જો કે ઝુપડામાં કોઇ ન હોવાથી મજૂરોના જીવ બચ્યા હતા આ ઝુપડામાં મજૂરો રહેતા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને બંને સગા ભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા