બાળકીએ અજાણતાં એક્ટિવા સ્ટાર્ટ કરીને રેસ વધાર્યો, ઉકળતું તેલ પડ્યું ઉપર

DivyaBhaskar 2019-11-12

Views 200

ઝાંસીના સીપરી બજાર વિસ્તારમાં ભલભલાનાં રૂવાડાં ઉભા થઈ જાય તેવી એક દુર્ઘટના કેમેરામાં કેદ થઈ હતી આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા જે એ લોકોની પણ આંખો ખોલી દેશે જેઓ ટૂ-વ્હિલરમાં જ ચાવી રાખવાની ભૂલ કરતા હોય છે વીડિયોમાં જોઈ શકાય છે કે પિતાની સાથે મિઠાઈની દુકાનની બહાર એક્ટિવામાં બેઠેલી પુત્રીએ અચાનક રેસ વધારી દેતાં તેઓ સીધા જ ઉકળતા તેલની કઢાઈમાં જઈને પડે છે ગરમ તેલ બાળકી પર પડતાં જ તે ભયંકર રીતે બળી હતી નજરે જોનારા લોકોએ તત્કાળ જ બંનેને સારવાર માટે દવાખાને ખસેડ્યાં હતાં બાળકીની હાલત ગંભીર છે જ્યારે તેના પિતાના પગ બળ્યા હતા

Share This Video


Download

  
Report form