અમદાવાદ: રાજ્ય પરથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા 13-14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જો કે શિયાળાની શરૂઆત પહેલા જ કમોસમી વરસાદ નો સામનો કરવો પડશે
13 નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ અને 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે 15 નવેમ્બરે શિયાળાની શરૂઆત થતાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનું શરૂ થશે