આપના જીવનમાં એકવાર એવો સમય જરૂરથી આવ્યો હશે જ્યારે તમારા પરિવારમાં કે કોઈ મિત્રને બ્લડની જરૂર પડી હોય. આવા સમયે લોકો બ્લડ બેંકમાંથી બ્લડની જરૂરિયાત પૂરી કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે બ્લડ બેંકમાં પણ આપની જરૂરિયાત મુજબના બ્લડગૃપનું બ્લડ ઉપલબ્ધ ન હોય. આવા સમયે દર્દીના જીવન અને મૃત્યુનો સવાલ ઉભો થાય છે. "ફ્રેન્ડસ 2 સપોર્ટ" એક સંસ્થા છે જે સ્વૈચ્છિક રક્ત દાતાઓ અને લોહીની જરૂરિયાતવાળા લોકોને ઈન્ટરનેટના માધ્યમથી એક મંચ પર લાવે છે. આ સંસ્થા રક્તદાન કરવા તૈયાર હોય તેવા દાતાઓની શોધ કરી આપે છે અને જરૂરિયાતવાળા લોકોને સમયસર બ્લડ પૂરૂ પાડે છે.