પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કપલ એવા એવા કારનામા કરતા હોય છે કે ઘણીવાર તો તે વાઈરલ પણ થવા લાગે છે અમેરિકામાં પણ આવું જ એક કપલ જોવા મળ્યુંહતું કિમ અને રેયાન નામના આ કપલે તેમના મેરેજમાં થ્રિલ લાવવા સાથે જ કંઈક હટકે પહાડોની વચ્ચે સ્પાઈડર નેટ બાંધીને લગ્ન કર્યા હતા મોઆબની પહાડીઓમાં અંદાજે400 ફૂટ ઉપર સ્પાઈડર નેટ બાંધીને કપલે માત્ર રસમો જ નહોતી નિભાવી પણ તેમના ફ્રેન્ડ સાથે ફોટોસેશન પણ કરાવ્યું હતું સાથે જ ડ્રોનથી તેની વીડિયોગ્રાફી પણ કરાવીહતી લગ્નની આખી વિધી પૂર્ણ થયા બાદ આ કપલે અંતે પેરાશૂટ પહેરીને ઉપરથી નીચે કૂદકો પણ લગાવ્યો હતો સોશિયલ મીડિયામાં કિમ-રેયાનના આ મોસ્ટ થ્રિલિંગમેરેજનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે આ કપલે આ લગ્ન બે વર્ષ અગાઉ એટલે કે 2017માં કર્યા હતા