હજુ થોડા જ દિવસ પહેલાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સ્વીકાર કર્યો હતો કે તેના સમયમાં પણ મેચ ફિક્સિંગ થતું હતું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે- એક સમય એવો હતો જયારે હું 21 ખેલાડીઓની સામે રમતો હતો, 11 વિરોધી ટીમના અને 10 મારી ટીમના શોએબના આ ઇન્ટરવ્યૂનો બીજો પાર્ટ પણ સામે આવ્યો હતો જેમાં તેણે વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો અખ્તરે જણાવ્યું હતું કે એકવાર બૂકી તેને મેચ ફિક્સ કરવાની ઓફર કરી હતી આના બદલામાં તેને 10 લાખ ડોલર, બે એસ ક્લાસ મર્સિડીઝ અને લંડનમાં એક ફ્લેટ ઓફર કરાયો હતો વાત આગળ વધારતાં અખ્તરે જણાવ્યું હતું કે તેણે આ બૂકીને ઓફર સ્વીકારવાના બદલે તેને રૂમમાં પૂરીને માર માર્યો હતો આ મારના કારણે તેની આંખ નીચે પણ ઘાના નિશાન થઈ ગયાં હતાં આ એ સમયની ઘટના છે જ્યારે શોએબ અખ્તર પાકિસ્તાનની ટીમ સાથે ઈગ્લેંડની ટૂર પર હતો