વડોદરાઃ મહા વાવાઝોડાની અસર ભરૂચ પંથકમાં પણ જોવા મળી રહી છે ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે જેને પગલે છઠ્ઠપૂજા કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા વડોદરા શહેરના વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો છે આજે સવારથી જ વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે થોડા દિવસ પહેલા થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતુ અને હવે ફરીથી વરસાદ શરૂ થતાં ખેડૂતો ફરી ચિંતામાં મૂકાઇ ગયા છે