અમદાવાદ:આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે