મ્યુનિ તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા 800 કરોડના લોકોપયોગી કામોનું શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કર્યું હતું, જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, 5 જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું જેમાં બાળકો રમી શકે તેવો લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ750 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કમાં 327 ચોરસમીટર જગ્યામાં લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે આ ઉપરાંત અહીં ગઝેબો તથા સીટિંગ એરેન્જમેન્ટ પણ ગોઠવવામાં આવી છે