આણંદ:આણંદ-લાંભવેલ રોડ પર કચ્છ-ગાંધીધામના આંગડિયા પેઢીના વેપારી પાસેથી 14 દિવસ અગાઉ રૂપિયા 45 લાખના થેલાની લૂંટની ઘટના બની હતી જેને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસમાં સફળતાપૂર્વક ઉકેલી નાંખી છે અને લૂંટમાં સંડોવાયેલા ત્રણ શખ્સની મહુડી અને બે શખ્સની દિલ્હીથી ધરપકડ કરી હતી પોલીસે બનાવમાં 2925 લાખ રોકડા, એક્ટીવા, સોનાની ચેન મળી કુલ રૂપિયા 32 લાખ તેમજ ત્રણ ચાકુ અને દેશી તમંચા રીકવર કર્યા હતા હાલમાં પોલીસે પાંચેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે