સલમાન ખાનની દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે તેના ટ્રેલરને ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતુ અહીં પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે સલમાનને એક સવાલ પૂછ્યો કે તમે તમારી ફિલ્મોમાં નવા કલાકારોને મોકો આપો છો પહેલા સોનાક્ષીને લોન્ચ કરી અને હવે સાંઇ માંજરેકરને બૉલિવૂડમાં એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છો તો અત્યાર સુધીમાં તમે 50થી વધુ કલાકારોને લોન્ચ કરાવી બૉલિવૂડની મધર ટેરેસા બની ગયા છો આટલુ કહેતા જ સલમાન પોતાનું હસવુ નથી રોકી શકતો અને તે સ્ટેજ પર હસી હસીને લોથપોથ થઈ ગયો હતો