ભારતીય ટીમે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવ્યું છે આ સાથે જ ભારતે દ આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી જવાબમાં મહેમાન ટીમ 162 અને 132 રનમાં ઓલઆઉટ થઇ હતી ભારતની દઆફ્રિકા પર આ સૌથી મોટી જીત છે ગઈ મેચમાં ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ્સ અને 137 રને હરાવી હતી મેચમાં 212 અને સીરિઝમાં 13225ની એવરેજથી 529 રન કરનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ બન્યો ભારતની આ ઘરઆંગણે સતત 11મી સીરિઝ જીત છે