સેનાએ રવિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં 4 થી 5 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને અંજામ આપવા માટે શનિવારે રાત્રે અચાનક ભારતીય પોસ્ટ પર ગોળીબાર શરૂ કર્યો તે જ વખતે સેનાએ આ કાર્યવાહી કરી હતી ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ આર્ટિલરી ફાયરિંગ કરીને POKના ઝૂરા , એથમુકામ અને કુંદલશાહીમાં સ્થિત 4 આંતકી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા આ વર્ષે 26 ફેબ્રુઆરીએ POKના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ સેનાની આ પહેલી મોટી કાર્યવાહી છે