વડોદરા:નેશનલ હાઇવે નં-48 ઉપર પોર પાસે આવેલી મરાઠા ક્ટ્ટા હોટલના કર્મચારી કિંજલભાઇએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને હોટલમાં અજગર ઘૂસી ગયો હોવાની જાણ કરી હતી જેથી ટ્રસ્ટના કાર્યકર યુવરાજસિંહ રાજપુત અને અમિતભાઈ વડોદરા વન વિભાગના કાર્યકર અક્ષય રાઠોડ અને લાલજી નિઝામાને લઇ પહોંચી ગયા હતા અને અડધો કલાકની જહેમત બાદ હોટલના બાથરૂમમાં ઘૂસી ગયેલા અજગરને રેસક્યૂ કર્યો હતો