દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં Man Vs Wild જેવો જ ડરામણો સીન જોવા મળ્યો હતો ઝૂની મુલાકાતે ગયેલો એક યુવક અચાનક જ સિંહના પાંજરામાં કૂદી ગયો હતો આટલું ઓછું હોય તેમ સિંહની સામે જઈને બેસીને તેણે એકાદ મિનિટ સુધી ખેલ કર્યા હતા આખી ઘટનાની જાણ સ્ટાફને થાય ત્યાં સુધી આ બિહામણું દૃશ્ય જોઈ રહેલા અન્ય પર્યટકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા યુવકની સાવ લગોલગ આવી ગયેલા સિંહ તેની પાસે પણ ગયો હતો જ્યાં તેને સૂંઘ્યા બાદ સિંહે કોઈ જ હુમલો નહોતો કર્યો ઘટના સ્થળે પહોંચેલા સ્ટાફે આ યુવકને સહી સલામત રીતે બહાર નીકાળવામાં સફળતા મેળવી હતી
પોલીસે પણ આ યુવકને અટકાયતમાં લઈને તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે રેહાન ખાન નામનો 28 વર્ષીય યુવક માનસિક અસ્વસ્થ છે તે બિહારનો વતની હોવાનું પણ બહાર આવ્યું હતું