એર ઈન્ડિયા મંગળવારે ટેક્સીબોટ મારફતે યાત્રીઓ સાથે વિમાનને રનવે પર લઈ જનારી વિશ્વની સૌ પ્રથમ એરલાઈન બની ગઈ હતી ટેક્સીબોટનો ઉપયોગ વિમાનને પાર્કિંગ-બે થી રનવે સુધી લઈ જવા કરવામાં આવે છે તે એક પાયલોટથી નિયંત્રિત સેમી-રોબોટીક એરક્રાફ્ટ ટ્રેક્ટર છે એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અશ્વિની લોહાણીએ મંગળવારે સવારે એઆઈ 665 ને લીલી ઝંડી આપી તેની શરૂઆત કરાવી હતી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ટર્મિનલ-3 પર મુંબઈ જનારી એરબસ એ-320 ને ટેક્સીબોટ મારફતે પાર્કિગ વિસ્તારમાંથી રનવે લાવવામાં આવ્યું હતું