પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભત્રીજી સાથે દિલ્હીના વીવીઆઇપી વિસ્તાર સિવિલ લાઇન્સમાં લૂંટની ઘટના બની હતી સ્કૂટી પર આવેલી બે વ્યક્તિઓએ તેમનું પર્સ ઝુંટવી લીધું હતું આ ઘટના દમયંતી મોદી સાથે બની હતી જેઓ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના દીકરી છે પોલીસ રિપોર્ટ સમયે દમયંતીએ તેમના પીએમ સાથેના સંબંધ અંગે જણાવ્યું ન હતું પરંતુ પોલીસને મીડિયા મારફતે માહિતી મળી કે તેઓ તેમના ભત્રીજી છે પોલીસ હવે આરોપીઓની શોધમાં લાગી ગઇ છે
દમયંતીબેન આજે સવારે અમૃતસરથી દિલ્હી પરત આવ્યા હતાં તેમનો રૂમ સિવિલ લાઇન્સના ગુજરાતી ભવન સમાજમાં બુક હતો તેઓ પુરાની દિલ્હીથી ઓટો કરીને પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવન પહોંચ્યા હતાં હજુ ગેટ પર તેઓ ઓટોથી ઉતરી રહ્યા હતા ત્યાં સ્કૂટી પર બે ગુંડાઓએ આવીને તેમનું પર્સ છિનવી લીધું હતું તેઓ કંઇ કહે તે પહેલા જ બદમાશો ત્યાંથી ભાગી છૂટ્યા હતા દમયંતીબેનના નિવેદન પ્રમાણે પર્સમાં 56 હજાર રૂપિયા, અમુક જરુરી કાગળો અને બે મોબાઇલ હતા