ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં દુર્ગા પૂજા પંડાલમાં પતિ સાથે સિંદૂર ખેલા રમતા વિવાદમાં ઘેરાઈ હતી રેડ એન્ડ વ્હાઇટ બંગાળી સાડીમાં નુસરત બેહદ સુંદર લાગતી હતી તે તમામ ધર્મના તહેવારો ઉજવે છે જેને લઇને મુસ્લિમ ધર્મગુરુઓની ટીકાનું પાત્ર બને છે જેના પર નુસરતે વિરોધીઓને કરારો જવાબ આપતા કહ્યુ હતુ કે‘હું ઈશ્વરનું વિશેષ સંતાન છું, હું માનવતા અને પ્રેમનું સન્માન કરૂ છું હું ખુબ ખુશ છું અને વિવાદોથી મને કોઈ ફર્ક નથી પડતો હું તમામ ધર્મોનું સન્માન કરૂ છું અને ઉત્સવો મનાવું છું’