રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ મુલાકાતથી ગુરુવાર રાત્રે દિલ્હી પરત આવ્યા છે તેમણે કહ્યું કે, ભારતને આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં 7 રાફેલ લડાકુ વિમાન મળી જશે આ વિમાન 1800 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડવા માટે સક્ષમ છે મેં આ વિમાનમાં 1300 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડાન ભરી હતી રાફેલ વિમાનને દેશમાં લાવવાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા વિશે રાજનાથ સિંહે કહ્યું કે, અલૌકિક શક્તિમાં અમને વિશ્વાસ છે