અમરેલી:જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે સરોવડા, કંથારીયા, બારપટોળી અને ભટવદર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું છે અને ઠેર-ઠેર પાણી ભરાયા ગયા છે આ સાથે જ ભારે વરસાદના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે