રાજકોટ:જેતપુરમાં ખેડૂતોએ આજે ભાદર-1 ડેમનું પાણી સંપૂર્ણ રીતે પિયત માટે રાખવાની માંગ સાથે વિરોધ કર્યો છે ભાદર ડેમની કેનાલમાં ખેડૂતોએ રાસ-ગરબા અને રામધુન કરી વિરોધ કર્યો હતો ખેડૂતોએ માંગ કરી છે કે ભાદર-1 ડેમમાંથી રાજકોટને આપવામાં આવતું પીવાનું પાણી બંધ કરવામાં આવે સૌરાષ્ટ્રનાં મોટા ગણાતા ભાદર-1 ડેમમાંથી 47 ગામના 15 લાખ લોકોને અને 17 હજાર હેક્ટર જમીનને પાણી પુરૂ પાડવામાં આવે છે જેથી ભાદર સિંચાઈ યોજનાને સંપૂર્ણ સિંચાઈ માટે રાખવા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છેજો કે વિરોધના પગલે પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી હતી