સુરતઃ મોદી સમાજ અંગે ટિપ્પણી સંદર્ભે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા દરમિયાન કોર્ટમાં રાહુલ ગાંધીને ગુનો કબૂલ હોવા અંગે પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું જેથી કોર્ટ દ્વારા આ કેસમાં વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે