શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મોદી સરકારને દેશમાં સમાન નાગરિક આચાર સંહિતા લાગુ કરવાની માંગણી કરી છે મુંબઈમાં વિજ્યાદશમીએ તેમની પારંપારિક રેલીમાં તેમણે કહ્યું કે, લોકો ભાજપ સાથે ગઠબંધન વિશે અમને સવાલ પૂછી રહ્યા છે પરંતુ આજે કહી શકીએ છીએ કે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા માટે અમે ભાજપને સાથ આપ્યો છે હવે જેટલુ શક્ય હોય તેટલું વહેલા ગૃહમંત્રી અમિત શાહે યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએ રામ મંદિર નિર્માણ માટે પણ કાયદો બનાવવો જોઈએ
ઉદ્ધવે કહ્યું- અયોધ્યામાં રામ મંદિર માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને તેના નિર્માણ સુધી સતત પ્રયત્ન કરતા રહીશું મોદી સરકાર મંદિર નિર્માણ માટે કાયદો બનાવે અમે જીવ આપી શકીએ છીએ પરંતુ અમારા વચનને વ્યર્થ નહીં જવા દઈએ અમે રામના નામે કદી રાજકારણ નથી કર્યું શ્રીરામે તેમના પિતા માટે બધો જ ત્યાગ કરી દીધો હતો તો શું અમે તેમના નામ પર રાજકારણ કરીશું? ઉદ્ધવે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠી લોકોને બાદ કરતા શિવ સૈનિક કોઈની સામે નથી ઝૂક્યા