અમરેલી:અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું જ્યારે બે ઘાયલ થયા હતા કુંકાવાવમાં મેઈન બજાર, બસ સ્ટેન્ડ આસાપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો