સુરતઃવર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતાં લોકો હવે એકબીજાથી દૂર થતાં જઈ રહ્યાં છે ત્યારે પ્રાણી અને માણસના પ્રેમનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું આઠ વર્ષથી પરિવારના સભ્ય સમાન બનેલા ટોમ નામના શ્વાનનું ગંભીર બીમારીમાં મોત થતાં તેની વિધિવત અંતિમવિધિ કરવામાં આવી હતી સાથે જ માણસના મોત બાદ જેમ બેસણું રાખવામાં આવે તેમ ટોમનું પણ પરિવાર દ્વારા બેસણું રાખવામાં આવ્યું છે