દ-ભારતમાં જ્વેલરી માર્કેટમાં મોટું નામ ઘરાવનાર લલિથા જ્વેલર્સના તમિળનાડુના ત્રીચીમાં આવેલા એક શો રૂમમાં તસ્કરોએ ત્રાટકીને કરોડો રૂપિયાના દાગીનાઓ ચોર્યા હતા આ ઘટનાના સીસીટીવી પણ સામે આવતાં જ રાજ્યના અન્ય મોટા શો રૂમ માલિકોમાં પણ ભયનું લખલખું પસાર થઈ ગયું હતું સીસીટીવીમાં જોઈ શકાય છે બે બૂકાનીધારીઓએ મળસ્કે જ આ શોરૂમની દિવાલમાં ડ્રિલની મદદથી બાકોરું પાડીને અંદર પ્રવેશ કર્યો હતો શાંતિથી બંને બૂકાનીધારીઓએ એક બાદ એક બધાં ઘરેણાં બેગમાં પેક કર્યાં હતાં અંદાજે 35 કિલો વજનના દાગીનાઓની તેમણે ચોરી કરી હતી જેમાં સોનું, ચાંદી અને પ્લેટિનમનો સમાવેશ થતો હતો આવડી મોટી ચોરીને એક જ રાતમાં અંજામ આપવામાં સફળ રહીને આ ચોરોએ પોલીસને પણ ચેલેન્જ કરી હતી પોલીસે પણ બાદમાં ઘટનાના મૂળ સુધી જવા માટે 6 લોકોની શંકાના આધારે અટકાયત કરી હોવાનું સામે આવ્યું હતુંલલિથા જ્વેલર્સ સાઉથ ઈન્ડિયામાં કુલ 15 શોરૂમ છે જેના કારણે ત્યાં પણ સુરક્ષા વધારાઈ દેવાઈ છે