બિહારમાં પટના ધનરૂઆના રમનીવિગહામાં પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને બીજેપીના સાંસદ રામકૃપાલ યાદવ પૂરગ્રસ્ત લોકોને મળવા ગયા હતા દરધા નદીમાં આવેલા પૂરના પીડિતોને મળવા ગયેલા પાટલિપુત્રના સાંસદ ખુદ પાણીમાં ડૂબતાં ડૂબતાં બચ્યા હતા સાંસદ કેટલાંક સ્થાનિકો સાથે એક ટ્યુબ અને લાકડીઓના પાટીયાઓમાંથી બનેલી હોડીમાં સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે કિનારે ઉભેલા લોકો તેમનો વીડિયો બનાવતા હતા ત્યારે અચાનક હોડીનું બેલેન્સ ખોરવાતા હોડી ડગમગવા લાગી હતી અને સાંસદ લોકો સવાર લોકો પાણીમાં પડ્યા હતા ત્યારે કિનારે ઉભેલા લોકોએ તેમને પાણીમાંથી બહાર કાઢ્યા હતા