વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં સંબોધન કર્યું હતું આ દરમિયાન પીએમ મોદીએ ઘણાં મુદા ઉઠાવ્યા હતા પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આ પ્રસંગ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અમે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યાં છે
મોદીએ કહ્યું કે આ વર્ષે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી થઈ અને મને જનાદેશ મળ્યો આ જનાદેશના કારણે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું આ જનાદેશથી નિકળેલો સંદેશ પ્રેરક છે પીએમ મોદીએ કહ્યું કે મને મળેલા જનાદેશનો ખૂબ જ વ્યાપક સંદેશ છે નવા ભારતમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે પીએમ મોદીએ તેમના સંબોધનમાં આયુષ્યમાન ભારત સહિત તમામ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારી વ્યવસ્થાના કારણે વિશ્વાસ પેદા થયો છે