એન્ટીગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેંકમાં લોન કૌભાંડના આરોપી અને ભારત છોડી એન્ટીગુઆ ભાગી ગયેલા મેહુલ ચોક્સીની ભારતીય અધિકારીઓ દ્વારા પૂછપરછનો માર્ગ મોકળો કરતા કહ્યુ છે કે ભારતના અધિકારીઓ મેહુલ ચોક્સીની પૂછપરછ કરી શકે છે
એન્ટીગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને ન્યૂયોર્ક ખાતે પત્રકોરોને જણાવ્યુ હતું કે, અમને બાદમાં જાણકારી મળી કે મેહુલ ચોક્સી કૌભાંડી છે મેહુલ ચોક્સી અમારા દેશના ભલા માટે ક્યારેય ઉપયોગી નહીં બને ચોક્સીની અપીલ સમાપ્ત થયા બાદ તરત જ તેને નિર્વાસીત કરવામાં આવશે જો મેહુલ ચોક્સી સહયોગ આપવા માંગે તો ભારતીય અધિકારીઓ તેની પૂછપરછ કરવા સ્વતંત્ર છે