રાજકોટ:રાજ્યમાં ભરમાં ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે હજુ પણ કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટના ગોંડલમાં ખેલૈયાઓએ હેલ્મેટ પહેરી ગરબા રમ્યા હતાં ગોંડલ અને ગોંડલ તાલુકના સમસ્ત વાણંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રી યોજવામાં આવી હતી જેમાં લોકોમાં ટ્રાફિકનાં નવા નિયમો વિશે જાગૃતતા આવે અને લોકો સુધી સંદેશ પહોંચે તે માટે ખેલૈયાઓએ હેલ્મેટ પહેરીને ગરબા રમ્યા હતાં