ભારતીય આર્મી અને અમેરિકન જવાનોએ અમેરિકાના મેકકોર્ડમાં આવેલા એરફોર્સ બેઝ પર કરેલી એક્સરસાઇઝનો વીડિયો સામે આવ્યો હતોબંને દેશોના ચુનંદા જવાનોએ ત્યાં આસામ રેજિમેન્ટના માર્ચિંગ સોન્ગ પર ડાન્સ કરતાં કરતાં પ્રેક્ટિસ પણ કરી હતી વીડિયોમાં પણ તેઓ‘બદલુરામ કા બદન જમીં કે નીચે હૈ’ સોન્ગ પર થિરકતા જોવા મળે છે ભારત- અમેરિકાના સૈનિકોએ કરેલા આ સંયુક્ત અભ્યાસ એટલે‘યુદ્ધાભ્યાસ’નો વીડિયો વાઈરલ થયો હતો તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રકારની ટ્રેનિંગમાં મૂળ ભારતીય પણ અત્યારે અમેરિકનઆર્મીમાં ફરજ નિભાવતા જવાનો પણ જોડાયા હતા ‘યુદ્ધાભ્યાસ’એ બંને દેશો વચ્ચે થતી પ્રેક્ટિસ છે જે ભારત અને અમેરિકાના સૈનિકોનેએકબીજાની કાર્યપ્રણાલી સમજવાનો મોકો આપે છે