66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો આ ફિલ્મમાં સુપ્રિયાનો રોલ ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જરે પ્લે કર્યો હતો હાલમાં જdivyabhaskarcomએ મોનલ ગજ્જર સાથે તેમના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી મોનલ ગજ્જર ગુજરાતી સિનેમાની કંગના રનૌત કહી શકાય મોનલ ગજ્જર બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની જેમ બેબાક નિવેદનો કરે છે આ જ કારણથી મોનલના ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ ફ્રેન્ડ્સ નથી સુરતમાં જન્મેલી મોનલ અમદાવાદમાં મોટી થઈ છે મોનલ જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેના પિતાને અકસ્માત થયો હતો અને ઘરની આર્થિક સ્થિતિ ઘણી જ તંગ બની હતી આવી પરિસ્થિતિમાં મોનલની માતાએ ઘેર-ઘેર જઈને સાડીઓ વેચી હતી અને બંને દીકરીઓને ઉછેરી હતી મોનલ જ્યારે બારમા ધોરણમાં હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું આ સમયે મોનલે નક્કી કર્યું હતું કે તે તેની બહેન તથા માતાને તમામ ખુશીઓ આપશે મોનલ બારમા ધોરણની પરીક્ષા આપીને તરત જ નોકરી કરવા લાગી હતી હાલમાં મોનલ અમદાવાદના પોશ એરિયામાં માતા, બહેન તથા પોતાના ડોગી સાથે રહે છે