અમૃતસર:બ્રિટનના કેન્ટરબરી શહેરના આર્ક બિશપ (પાદરી) જસ્ટિન વેલ્બી ભારત આવ્યા છે મંગળવારે તેઓ અમૃતસરના જલિયાંવાલા બાગ શહીદ સ્મારક ખાતે પહોંચ્યા ત્યાં તેમણે જમીન પર નત-મસ્તક થઇને શહીદોને નમન કર્યું વેલ્બીએ કહ્યું કે તમને યાદ છે કે આમણે શું કહ્યું હતું? આ સ્મૃતિ જીવંત રહેશે અહીં થયેલા અપરાધ માટે ક્ષમા આપો ધાર્મિક નેતા તરીકે હું આ દુ:ખદ ઘટના બદલ શોક વ્યક્ત કરું છું ઇસ 1919માં અહીં નરસંહાર થયો હતો