દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં અરૂણ જેટલીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ અરૂણ જેટલીને ભાવવહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જેટલીના અનેક પાસાઓનું વર્ણન કરતાં જણાવ્યું હતુ કે, જેટલીજીનું જીવન વિવિધતાઓથી ભરેલું હતુ તેઓ હંમેશા અમારી સાથે રહેતા હતાજેટલીજી વસ્તુઓમાં વેલ્યુ એડ કરી દેતા હતાતેઓ વિદ્યાર્થી રાજનીતિથી ઉગેલા છોડ હતા