સુરતઃપુણા વિસ્તારમાં આવેલી અમરધામ સોસાયટીમાં પાણી ન આવતાં મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો પાલિકા વિરૂધ્ધ નારેબાજી કરવાની સાથે સાથે રસ્તા પર માટલા ફોડ્યા હતા અને પાણીના ખાલી વાસણો વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા બે વર્ષથી પાણી માટે વલખાં મારી રહ્યાં છે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે છતાં પુરતાં પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી પાણી આવતું નથીસમયસર પાણી ન આવતું હોવાની રાવ સાથે મહિલાઓએ રસ્તા પર ઉતરી આકરો વિરોધ નોંધાવવાની ફરજ પડી હતીઆ અંગે ઝડપથી કાર્યવાહી કરવા કોર્પોરેટર ડોચારૂલ કસવાળાએ પણ પાલિકાના કમિશનરને લેટર લખ્યો છે