બ્રિટિશ એરવેઝના પાયલટોની હડતાળના કારણે 1500થી વધારે ફ્લાઈટ રદ કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સોમવારે અને મંગળવારે વેતન વિવાદ વિશે પાયલટ્સ હડતાળ પર છે એરલાઈન્સના 100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી હડતાળ માનવામાં આવે છે
ધી ટેલિગ્રાફ ન્યૂઝ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ હડતાળના કારણે અંદાજે 2 લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે આ હડતાળના કારણે અંદાજે 704 કરોડ રૂપિયાનું નુકસાન થશે ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનેસબર્ગની દરેક ઉડાન પ્રભાવિત થઈ છે કંપનીએ યાત્રીઓને કહ્યું કે, જો તમારી ફ્લાઈટ રદ થઈ ગઈ હોય તો એરપોર્ટ પર ન જશો