એક્ટ્રેસ રવિના ટંડનના ઘરે બહુ જલ્દી નાનકડું મહેમાન આવશે, રવિના ટુંક સમયમાં નાની બનશે, જેને લઇને તેણે હમણાં જ તેની દીકરી છાયાની બેબી શાવર પાર્ટી રાખી હતી આ પાર્ટી એકદમ ખાનગી રખાઈ હતી જેમાં માત્ર પરિવારજનો અને મિત્રો સામેલ થયા હતા છાયા રવિનાની દત્તક પુત્રી છે રવિનાએ લગ્ન પહેલા બે બાળકી એડોપ્ટ કરી હતી જેમાં પૂજા અને છાયા છે જ્યારે લગ્ન બાદ તેણે એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો