સુરતઃ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે પોલીસ દ્વારા ચાલકનું વાહન ટોઈંગ કરવામાં આવતા પહેલા બોલાચાલી થઈ હતી ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી
ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વાઈરલ વીડિયો સુરતના વેસુ સ્થિત સ્ટાર બજાર નજીક હોવાનું અનુમાન છે પોલીસ દ્વારા ચાલકનું વાહન ટોઈંગ કરવામાં આવતા પહેલાં બોલાચાલી થઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા ખોટી રીતે વાહન ટોઇંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેથી પોલીસ અને વાહન ચાલક વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી